શ્રી કૃષ્ણનું સ્વરૂપ અને પરિભાષા
શ્રી કૃષ્ણા શાશ્વત કટિબદ્ધતા છે.
ઉત્ક્રાંતિ પ્રેમી.
સેલ્ફ લવનું સર્વોચ્ચ ઉદાહરણ.
જન્મજાત આનંદી સંત.
અદ્વેતવાદની પરાકાષ્ઠા.
ક્વોન્ટમ ફિઝીક્સના રેગ્યુલર પ્રેક્ટિશનર.
સતત સર્વત્ર હાજર વર્તમાન.
ભૂલી જા રામ, ને ચલાવ બાણ, કહી બન્યા કર્મ ક્રાંતિના પ્રણેતા
સતત દિવ્ય પ્રકાશમાન,પ્રેમાણ મોહક નટખટ , સહજ કરુણાવતાર, સંન્તુલન કારક…
વિષ્ણુ તત્વ અને માનવ ચેતના
પારંપારિક રીતે શ્રી કૃષ્ણને, વિષ્ણુનો એક અવતાર માનવામાં આવે છે. માટે સૌથી પહેલા, આપણી, હોમો સેપિયન્સની સિમિત બુદ્ધી, અને ચેતનાના સ્તર પરથી, ચપટીક પ્રયાસ કરીએ, વિષ્ણુ શુ છે તે જાણવાનો. અગણિત સુંદર સાહિત્યો આ વિષય પર ઉપલબ્ધ છે, યુગો યુગોથી આ વિષય પર વિચારકો ખોજીઓ, સંશોધકો, વૈજ્ઞાનિકો , ભક્તો વગેરે વગેરે શ્રી કૃષ્ણ વત્તા વિષ્ણુ અનંત રીતે લખ્યા ને વંચાણા છે…સારો એવો નફો પણ કરાવ્યો છે, જેને પણ , આ વિષય પર થોડું ઘણું સંશોધન કર્યુ, નિપૂણ લેખકો, ક્રાંતિકારી દાર્શનિકો ફિલોસોફર્સ, ધર્મ ગુરુઓ, નેતાઓ પણ કયા પાછળ રહે છે? ને અભિનેતાઓ ત્યારે જ રિલેવન્ટ રહી શકે, જ્યારે તમામ કરન્ટ મુદ્દાઓથી સંકળાયેલા રહે.
અવતારોની પેટર્ન અને કટિબદ્ધતા
તમામ અવતારોની ગાથાઓનો સાર જોઈએ તો સૌથી પહેલી જ પેટર્ન, સામ્યતા નજરે પડે, જે હજારો સૂર્યોથી પણ વધારે દ્રશ્યમાન તે છે. કટિબદ્ધતા’ સતત હાજર ને સક્રિય…પોતાનુ મિશન પતે, તેઓને લાગે કે હવે પૂરતું અપગ્રેડેશન થયુ, મનુષ્ય પ્રજાતિની ચેતનમાં , તેઓના મન પહેલા કરતા મોકળા થયા, સામાજિક શરતો ઓછી થઈ, પ્રભુતા ને માનવતા વચ્ચેના પડદાઓ પાતળા થયા,. ઉપરાંત અસુરક્ષિતાઓના કારણે જે મહોરાઓ વધી રહ્યા હતા. તે ઓછા થયા, ઉપરાંત પ્રકૃતિનુ પ્રતાડન પણ જ્યારે સહેજ થોભે, ત્યારે તેઓ ચૂપચાપ, પણ જરુર પડ્યે, ફરી પરત ફરવાનું વચન આપી રવાના થાય છે.
દશાવતાર: ઉત્ક્રાંતિનો અરીસો
જેને જ્યારે પણ જરુર પડી, જેમના પણ આત્મા સંધાન માટે સજ્જ થયા, ને સમજે કે હવે તો, કૃષ્ણ (જે રીતે મંદીરો ને ધર્મ કહે છે, તે રીતે નહી, પણ કૃષ્ણની ચેતના, કૃષ્ણની આત્માનુ સાર્વભૌમત્વ)જ કિનારો જ છે. ત્યારે તે તમામ જીવોમા રહેલી દિવ્યતાએ આંતરિક કૃષ્ણને જાગૃત કર્યા છે. વિષ્ણુજીએ તમામ અવતારોમાં, જીવનના અદ્રશ્ય, કદી જેનો વિચાર નથી થયો, જેના વિશે કોઈ શબ્દો શોધાણા ન હતા, ન કોઈ વ્યાખ્યાઓ બાંધવામાં આવી. તે તમામ આયામોને ઉજાગર કર્યા. તે કહેતા નથી, કે આ ન જુઓ,, માત્ર, તેઓ એક દીશા દેખાડે છે. કે “આ પણ જુઓ” ને “આ પણ અનુભવો” થોડો પ્રયાસ કરો,,,નવો દ્રષ્ટીકોણ આપે છે, દશાવતાર…પ્રકૃતિથી લઈ પરમાત્મા, પશુઓ, જીવજંતુઓ, અવકાશ, ગ્રહો, તારા મંડળ , બ્રમ્હાંડ, મુનુષ્ય, શરીર મન, હ્યદય, વિચાર, વિજ્ઞાન વેદ, ધર્મ , અરે જેની હજુ સુધી વ્યખ્યા નથી બંધાણી ને શબ્દો પણ નથી શોધાણા, તે વિષયો તે ઉર્જાઓ વિશે, દરેક નવા અવતાર સાથે, જીવાત્માની ઉત્ક્રાંતિ પ્રદર્શિત કરે છે. કે માનવતાને એક અરીસો બતાવી, બ્લૂપિંટ આપે છે. ઈશ્વરીય આશિર્વાદની, ઈશ્વરત્તત્વના અસિમતાની ઝાંકી છે,,,કોઈ જ નિયમો સમજ, મર્યાદાઓ, શરતો, સમય, પદ્ધતિઓ, ઈશ્વરત્વ માટે ન હોવાનુ વારંવાર,,,કદી ભૂલી ન શકાય તે રીતે સાબિત કરે છે. અકલ્પનિય દ્રશ્યમાન કરાવે છે. નિર્વાકાર, સદૈવ સમુદ્ધ , સતત પ્રકાશમાન, જીવંત, સર્વોચ્ચ બુદ્ઘિમાન વત્તા ઉદાર, શાશ્વત અખૂટ સ્તોતની સમગ્રતાનો થોડો સાર જીવે છે. ઊંચાઈ, ઊંડાણ, શુદ્ઘતા સાથે જે તે સમયની યુગ ચેતના, પ્રકૃતિ મનુષ્યોની સમજ, તેમની આધ્યત્મિક ઉર્જાને અનુભવવાની સાદી સરળ રીત હંમેશા આપી જાય છે.
શ્રીકૃષ્ણ: અસિમિત કરુણા અને આત્મવિશ્વાસ
જો આપણે શ્રીકૃષ્ણની વાત કરીએ તો તે મનુષ્યોમાં શારિરીક બદલાવ, એડવાન્સ ફેશન, સેલ્ફ એક્સપ્રેશન, જે પ્રકૃતિ સાથે ન માત્ર તાલમેલમાં, પણ તેના પ્રત્યે, એક ધન્યતા કે પ્રેમ સતત સંધાન દર્શાવે છે. શ્રીકૃષ્ણાએ સમગ્રતાને અત્યંત પ્રેમાણ રીતે સ્પર્શી, અત્યાધુનિક બ્લૂપ્રિંટ મનુષ્યોને આપી, શ્રીકૃષ્ણને લોકો ડિપ્લોમેટ કહે છે,,,પણ હું માનું છુ, તેઓના એક એક કોષમાં દરેક કાર્યમાં ખૂબ જ ઊંડી કરુણા જ વહી, માત્ર ને માત્ર કરુણા…શ્રીકૃષ્ણ સમજે છે, અંતે તો તમામ મનુષ્યોનો સ્તોર્ત (સોર્સ) એક જ છે…માટે તે કદી કોઈને કડવા વચન નથી કહેતા…તેમને ડર નથી કે નથી કોઈનુ વેલિડેશન જોઈતું. નથી તે આશ્રમ ખોલી નવા ધર્મની સ્થાપના કરતા, નથી તે મંદીર કે પરંપરાઓને પ્રાધાન્ય આપતા…તે સમગ્ર અસ્તિત્વની પૂજા, પ્રેમ કરે છે. માટે શ્રીકૃષ્ણને આજ કાલના કહેવાતા સફળ સમ્માનિત લોકો માફક ડિપ્લોમેટ કહેવા યોગ્ય નથી, તે દિર્ધદ્રષ્ટા છે, તે વ્યવહારુ સાથે સયંમિત, આત્મવિશ્વાસનો સ્તોર્ત છે, તેને કોઈનો શુ ડર ? ન તે નેતા હતા, તો શુ કામ, ખોટા મીઠા વચનો વાયદાઓ આપે? તે અત્યંત સ્વતંત્ર હતા, સહકારપૂર્ણ હતા, તે અભય હતા ને રહેશે. માટે શ્રીકૃષ્ણએ કોઈને કડવા વચન નથી કહ્યા. શ્રીકૃષ્ણના આત્માની પરિપક્વતા, દ્રઢતા, કટિબદ્ધતા સર્વોચ્ચ હતી. માટે તેવો મત રાખવો કે જે હંમેશા મીઠું બોલે, તેના કોઈ ગૃપ્ત ઈરાદાઓ હોય તે તદન ખોટું છે. વ્યક્તિનો મૂળભૂત સ્વભાવ જ તે રીતે શાંત સૌહાર્દપૂર્ણ ચોક્કસ હોઈ શકે…
પ્રતિકૂળતાઓ સામે અજેય અનવરત આનંદ
જે આત્મા, જન્મતા પહેલા જાણે છે, કે તેના થનાર મા બાપ જેલવાસી છે, તેના સગા મામા તેને જન્મતા જ મૃત્યુની ભેટ આપવાના છે. તે જાણ્યા બાદ પણ તે જ માતાની ગર્ભથી જન્મવાનુ નક્કી કરે છે, નવજાત બાળક અતિવૃષ્ટિ ને પૂર વચ્ચે, સ્પર્મ પિતાથી, નવા પાલક મા બાપ પાસે પહોંચે છે, મહિનો પણ નથી થયો ને, જીવન અને સંતુલન વિરોધી, નકારાત્મક શક્તિઓ એક બાદ એક શ્રીકૃષ્ણના પ્રાણ લેવા માટે આવે છે,, એન્ટી લાઈફ શક્તિઓએ શ્રીકૃષ્ણને સતત પ્રતાડિત કરવાનો પ્રયાસ કર્યો, છતાં પણ કડવા ન થયા, કદી ન કડવુ બોલ્યા, સતત આનંદ કરતા રહ્યા, ગોકુળ વૃદાંવનમાં, લોકો જેને લીલાઓ કહે છે, કારણ પહેલા મનુષ્યોએ ખતરનાક જીવલેણ હુમલાઓ ઉગ્રતા,નિયમિતતા જે હદે બાલકૃષ્ણા સાથે જોઈ, તેણે તમામને સ્તબ્ધ કરી દીધા. જે આંશિક રીકે ગૃપ્ત હતું.તે તમામ શ્રીકૃષ્ણ સપાટી પર લઈ આવ્યા, તેના પર પ્રકાશ પાડ્યો,જો કે તે શ્રીકૃષ્ણનો ઈરાદો ન હતો, કે હુ સર્વત્ર પ્રકાશ પાથરુ, જે રીતે તમામ મનુષ્યોને વટ પાડવાના અભરખા હોય છે. જે રીતે વસંતના આગમન સાથે કળીઓ ખીલવી સહજ છે, તે જ રીતે કૃષ્ણ સ્વંય પ્રકાશ,પ્રેમ, મૂક્તિ, સમુદ્ઘી છે, માટે તે જ્યાથી ચાલ્યા, જેની સાથે ઊભા રહ્યા, જે બોલ્યા તે શાશ્વત પ્રકાશિત રહ્યું.
આધુનિક આધ્યાત્મિકતા અને દંભ
લોકો પોતાનો અભિપ્રાય આપશે કે હાલની પરિસ્થિતિમા ક્યા પ્રકાશ છે? કૃષ્ણાના તમામ અવતારોના નામે સંપ્રદાયો બનાવી, લોકો માત્ર ને માત્ર માનવતાને ડરાવી રહ્યા છે. ધર્મ તો મૂકો હવે મનુષ્યોએ આધ્યાત્મને જ સૌથી મોટો વ્યવસાય બનાવી મનુષ્યોને ઊંડા અંધકારમાં લઈ જઈ રહ્યા છે…લોકો સફળ થઈ રહ્યા છે…ક્યાથી સંતુલન ? પણ જે સપાટી પર દેખાય છે સામે છે તે ભાગ્યે જ સત્ય હોય છે, અનેક જીવો છે જે આજે પણ પ્રકાશ પથ પર અનેક મૂસિબતોનો સામાન કરી ગરીમા પૂર્ણ રીતે ચાલ્યા છે, ને હજુ પણ ચાલી રહ્યા છે. તેઓ સમજે છે મનની વિચારોની નશ્વરતા ને, પોતાની અંદર સતત દિવ્યમાન ઉર્જાની અસિમતા શાશ્વતતા, ને નકારી નથી શકતા, શંકા, કે ડર છે જ નહી. જીવન કે જીવવા બાબતે, ને વર્તમાનમાં જ જીવે છે આ લોકો,,તે જ સાચી આધ્યાત્મિકતા છે. સ્વને ઓળખી લેતો આત્મા શુ કોઈ ષડયંત્રો કરે? સત્યને ષડયંત્રની જરુર નથી…શ્રીકૃષ્ણના સહજ સાહસી સૌહાર્દપ્રેમી કરુણાસભર સ્વભાવને, ડાર્ક સાયકોલોજી સાથે સરખાવવો ત્વરિત બંધ કરી દેવો જોઈએ. જે વ્યક્તિમાં ડર છે જ નહી, ઉપરાંત જેને પોતાના મન, હ્યદય, શરીર ને ભાવનાઓ પર સંપૂર્ણ નિયંત્રણ છે. તે વ્યક્તિએ કદી દંભ કરવાની જરુર જ નથી. પરંતુ સમયની શરુઆતથી સમસ્યા આ જ તો છે. મનુષ્યો ને પોતાના મન પર નિયંત્રણ જ નથી…મન હંમેશા માલિક બની આત્મા , ચેતના હ્યદય શરીર ને સંચાલિત કરે છે…તે માટે જ વિષ્ણુએ વિવિધ અવતારો લીધા. જે તે સમય કે યુગ ચેતનાની સ્તર પ્રમાણે, માનસિક નિયંત્રણ શિખવે છે, નિયંત્રણ ધર્મ, સમાજ કે કોઈ કારણથી નહી, માત્ર એક જ કારણ પોતાના આત્માના સાર્વભૌમત્વને ઓળખો, તેને અનુસરી જીવો. સોવરેન સેલ્ફ નો આનંદ ઉઠાવો, વહેતા રહો, બસ અટકો નહી…આત્મ શંકા નહી આત્મશ્રધ્ઘા રાખો. મન, આત્માથી નિયંત્રિત થાય, તો તમામ જીવો કૃષ્ણ જ છે, સર્વશક્તિમાન, સતત પ્રેમાણ મોહક દિવ્ય, ને તમામ બંધનો, શરતોથી મુક્ત…
બાહ્ય ભટકાવ અને આંતરિક સત્ય
વહાલા વાંચકોને હુ એક જ સવાલ પૂછવા માંગી રહી છુ, મંદિરોમાં કોઈ પૂજા હોય, કે નવા મંદિરનુ નિર્માણ થઈ રહ્યુ હોય કે કોઈ બાબા કે એસ્ટ્રોલોજર, નેતા કે અભિનેતા શુ કોઈને બંધી બનાવી લઈ જાય છે? ના કોઈ જ આ નથી કરતુ,,,તેઓ પોતાની વાત કહે છે, તેમની બુદ્ધી પ્રમાણે કે તેમના વ્યવસાઈને અનુકુળ, ને જગ્યા દેશ કાળ પાત્ર જોઈ જે તે લોકો પૂજારીઓ, અધ્યાત્મના આગેવાનો, નેતાઓ અભિનેતાઓ, જ્યોતિષીઓ, કહેવાતા મિસ્ટીક્સ, કોઈને પરાણે નથી જ લઈ જતા,,,પણ હા ચારેકોરથી પોતાના વ્યવસાયનો પ્રચાર જરુર કરે છે…જેને અવગણવુ કપરુ થઈ જાય છે…છતા પણ સવાલ તો ત્યા અડિખમ ઉભો જ છે. ગુરુને શોધવા, પૂર્વજન્મ જાણવા, પુણ્ય કમાવા, પાપ ધોવા, ભવિષ્ય જાણવા જાય છે કોણ ? આપણે જ, હા જી આપણે તે પણ સ્વેચ્છાએ. રુપિયા તો ખર્ચ થશે જ..કશુ જ ફ્રી નથી. ફી પણ ખાસી એવી હોય છે. આ બધુ જાણવા છતા, ઉપરાંત એક કસ્ટમર હોવા છતા પણ તમામે નિરાશ ભિક્ષુક બની હાથ જોડી ઊભા રહેવાનું, આપણે જ,,,
પોતાનો અનુભવ અને વિશ્લેષણ
હા હું પણ ગઈ છુ,અનેક બાબાઓના આશ્રમ, એક એક છટાદાર વ્યક્તાઓ જે ભગવાનની કથાઓ કહેવાથી પોતાનો વ્યવસાઈ શરુ કરે, ને પછી ભગવાન દંત કથા હોવાનુ કહી,પોતાની રીતે નવી વ્યાખ્યા આપે , જેમા તેઓ સંપૂર્ણ રીતે ફીટ બેસતા હોય. તમામ સ્વયંભુ દુ:ખી, સિસ્ટમથી નિરાશ કે પોતાની જાતથી ખૂશ નથી તેવા લોકોને આકર્ષે છે,,,તેઓ જાણે છે કઈ રીતે કયા વર્ગને આકર્ષવો,,,તમામ પીઆર, સ્ટંટ્સ, સાયકોલોજીકલ ટ્રીક્સ, લોકો જે વગર રહી જ ના શકે તે સુવિધાઓ, દુ:ખતી રગ, અધુરી આહ , ને તમામ છૂપી ચાહ. બધુ જ હોમવર્ક કરી, એક એક વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવે છે,,, વર્ષો પહેલા ખાસ તો ૧૬ થી ૨૩ વર્ષની ઉંમરમાં. હુ તમામના ભાષણો સાંભળી આવી છુ, જો કે મે વધારે સમય નથી વેડફ્યો, હુ એક કે ૨ કાલકામાં જ સમજી જાઉં તમામ રમત, ને બહાર નિકળી જતી, એનર્જી કદી જુઠ્ઠુ ન બોલે,,,સારી વાતો જરુર પડ્યે તમામ કરે, પણ તે દિલની સત્યતા છે, કે દીમાગની ગણતરીથી તે સમજવા, ખાસ આધ્યત્મિક સમજની જરુર છે,,,માત્ર ને માત્ર હાર્મની જેના દિલ દિમાગ ને કાર્યોમાં છે, તે તક્ષણ મિસમેચ શોધી કાઢશે, તે કદી કશે પણ સંપૂર્ણ રીતે નહી ઝુકે, સમર્પણ નહી જ કરે, કારણ તેની સાર્વભૌમ આત્મા તેને કરવા નહીં દે, ઈગો બિલકુલ નથી, બસ દંભ ડર કે અસ્મૃતિ નથી. કણ કણ મા એક જ ચેતના છે, નાના બાળકોને પણ પગે પડી જવું સહજ છે, પ્રકૃતિ પશુ પથ્થરોની પણ સનાતનીમાં પૂજા થાય છે. સનાતનમા સમગ્ર અસ્તિત્વ પૂજનીય છે, પ્રેમને હકદાર છે. પણ શુધ્ધ સોર્સ માત્ર સોર્સ સામે જ સહજ રીતે ઝુકશે. કરપ્શન ડિસ્ટોરશનને નહી સ્વિકારે. જ્યા સૌહાર્દ નથી ત્યા સ્તોર્ત જાગૃત નથી.
વાસ્તવિકતાની ઝાંકી
કોમન સેંસ દ્વારા ડિસહાર્મોની ડીટેક્ટ કરી શકાય. લોકો જે કહે છે, જે મવેચે છે, કે જેનો પ્રચાર કરે છે, તે પ્રમાણે તેઓ જીવે છે કે નહી? તેનુ અનુકરણ પોતે કરે છે કે નહી? જો કોઈ આર્થિક સલાહકાર છે, તો સૌથી પહેલા તેની આર્થિક સ્થિતિ તપાસો. જો કોઈ લાઈફ કોચ છે, તો તેના જીવનને જુઓ, કારણ ચેટ જીપીટી પણ લાઈફ કોચ કરતા સારી સલાહ આપે છે, પણ શુ તેની પાસે લાઈફ છે? તો તે માત્ર લોકોના કમાન્ડ લઈ, જવાબ આપે છે, ફોટો વિડિયો બનાવી કોડીંગ કરે…જે વ્યક્તિ સ્વાસ્થની વાત કરે છે, સૌથી પહેલા તેનુ સ્વાસ્થ્ય જુઓ જે પ્રેમની વાત કરે છે, તેના જીવનમાં સ્વંતત્રતા કેટલી છે. તે વ્યક્તિએ તેની સાથે સંકળાયેલા, તેની જીવનમાં સામેલ લોકોને સ્વંતત્રતા આપી કે કે બંધનોમાં બાંઘ્યા છે? તે શોધો…ને જો કોઈ મૂક્તિની વાત કરે છે તો, તેની આત્માના સાર્વભૌમત્વની કક્ષા જુઓ. કોઈ શાંતિની વાત કરે છે તો તેના દિલમાં પ્રેમ જુઓ, એક અદ્રશ્ય હાસ્ય જે તમામ જોઈ શકે. શુ કે તમે જોઈ શકો છો…બધુ જ સરળ છે.
જ્ઞાન વિરુદ્ધ માહિતી
મનુષ્યતાએ માહિતીને જ્ઞાનથી રિપ્લેસ કરી દીધુ છે. તેમજ ઉંમરને અનુભવ અને સમજ સાથે. જે પોતાની જાતથી દગો છે. જ્ઞાન તે એક આંતરિક સમજ છે. કોઈ ને કોઈ રીતે વ્યક્તિ જાણે છે,બસ તે ઉર્જાઓ જાણે છે, શક્તિને જાણે છે. અકથ્ય શબ્દો, અવ્યક્ત લાગણીઓ, જે છૂપું છે, તે સૌથી પહેલા અનુભવે તે જ્ઞાન, જે કશે જ નથી મળતુ. આત્માનો સ્વભાવ તે જ છે, કારણ તે એક જ સમગ્રતામાં વહી રહ્યો છે, માટે જાણ્યા વગર, અનાયાસે પણ જાણનારા જાણી જાય છે. હાલ આ નથી થઈ રહ્યુ. હાલ હજારો પ્રયાસો, લાખોનો વેડફાટ ને સમય ઉર્જાના બગાડની તો વાત જ શુ કરવી. છતાં પણ લોકો નથી જાણી શકતા…
કેમ ? કારણ એક જ – વિસ્મૃતિ નામક અસુરે તમામ મનુષ્યોને પોતાની જકડમાં લીધા છે…
વિશ્વ વ્યવસ્થા અને ભયનું વાતાવરણ
હંમેશા જ્યારે અંધકાર વ્યાપ્ત થયો ત્યારે કુદરતી છે કે પ્રકાશ રેલાશે જ. સમગ્ર બ્રમ્હાંડ સંતુલનના સિદ્ધાંત પર કાર્ય કરે છે,માટે અંધકારની સત્તા હંમેશા સ્થાઈ રહેશે ત ચિંતા કરાવની જરુર કોઈએ નથી. ગમે તેટલા નવા વર્લ્ડ ઓર્ડર આવે. વૈશ્વિક કક્ષાના બિઝનેશમેન કે રાષ્ટ્રાધ્યક્ષોને લાગે છે. કે વિશ્વસત્તાની લગામ તેઓના હાથમાં છે. જો કે તે આંશિક રીતે સત્ય છે. તેઓ ઈચ્છે ત્યારે વિશ્વયુદ્ધો કરાવી શકે, લોકો સવાલ પૂછે, તો તેઓને, મિડિયા પ્રોપોગેન્ડાથી ઘ્યાન ભટકાવી શકે. કે મોંધવારીનો માર આપે. નવા નકલી લોકડાઉન લાદશે, ફાવે તેને સેલિબ્રિટી બનાવી શકે. જેને ઈચ્છે તેને સફળ. ને જે નડે તેઓને હાંસિયામાં ધકેલે, નવા નવા વાયરસનો ભય, તમામ પ્રકારના ડર, સમગ્ર મનુષ્યતામાં દ્રઢપણે ખૂંપાવી તેમની જીવન ઉર્જાની ચોરી કરી રહ્યા છે. સતત ડર, સ્પર્ધા, લાલચ, દગો, જુઠ્ઠુ, લોકો હવે ગુ્સ્સે પણ નથી થઈ શકતા માત્ર દુ:ખી નિરાશ થઈ,,જીવન દુષ્કર અને આ પૃથ્વી એક નર્ક છે. તે જ માનવા લાગ્યા છે…મનુષ્યો ન માત્ર આડંબરમાં વિલૃપ્ત થઈ રહ્યા છે, પણ દંભ, દેખાડો, કૃત્રિમતા જ જીવન હોવાની આદત બનાવી રહ્યા છે. એક જુઠ્ઠુ ખતરનાક નેરેટીવ જે હાલ ૮૮ ટકા લોકોમાં પ્રસર્યુ છે.
માત્ર જેન ઝીની વાત નથી, તમામ જનરેશન આનો ભોગ બની જ છે,,,જેન ઝી ના દંભનુ માઘ્યામ સોશિયલ મિડિયા છે, જ્યારે આડંબર કૃત્રિમ અવેકનિંગ છે. તેઓ માહિતી પણ સોશિયલ મિડિયાથી મેળવે છે, જ્યારે મિલેનિયલ જનરેશન વ્યવહારમાં દંભ કરે છે,,,જયારે તેના પહેલાની પેઢીઓ સામાજિક, ધાર્મિક, પારિવારીક ને પત્નિ પતિ ના સંબંધોમાં પણ દંભ કરતા,,,દંભ હંમેશા દેખિતો કે પ્રત્યક્ષ નથી હોતો. રીત રિવાજ સંસ્કાર , સભ્યતા સંસ્કૃતિ નામે વારસામાં પણ મળે છે. ડીએનએની મેમરી બની પણ વ્યક્તિના વર્તનમાં તેની જીવનશૈલીમાં દંભ આડંબર જુઠ્ઠાણો, ન માત્ર વર્તન પણ સેલ્ફ એક્સપ્રેશન, સ્વની અભિવ્યક્તિ ને આત્મ ખોજ, ધર્મ અધ્યાત્મ, તમામ વાતે, નાનપણથી આડંબર જ શિખવાડવામાં આવ્યુ. સીધી રીતે નહી, સંસ્કાર સભ્યતા શિષ્ત, ગૌરવના નામે ઘણો જ કચરો મનુષ્યના મગજમાં ભરવામાં આવ્યો છે…જે માત્ર ને માત્ર અહંકાર છે. તે પણ સ્વનિર્મિત નહી, અહિથી તહીથી ઉછીનો લીધેલો કે વિવિધ સંસ્થાઓ દ્વારા તોલી તોલી ચકાસી એક ખાસ રીતે ડિઝઈન કરી ને માળખાકિય રીતે આરોપિત કરવામાં આવેલ…
મર્યાદા અને ચમત્કારનું ગણિત
જેના કારણે ગોકુળવાસીઓ બાલકૃષ્ણની સહજ રમતો, તેમના રોજીંદા જીવનની ઘટનાઓને “લીલા” ગણાવા લાગ્યા, સામાન્ય લોકો ખાસ કરી મિડલ ક્લાસમાં. વિવિધ સંસ્થાઓ પ્રથાઓ દ્વારા આરોપિત ઈગો ખોટી ઓળખ, હંમેશા તેઓને એક મર્યાદાથી ઉપર ઊઠવા જ નથી દેતા. માટે જે સમજની બહાર, જે જોયું નથી પહેલા તે બધુ જ ચમત્કાર કે લીલા. ને લીલા બતાવનાર મસીહા, કે વરદાન. કોઈ વ્યક્તિ ૭ મિનિટ માટે શ્વાસ પણ રોકે તો તેને સૂપર હ્યુમન તરીકે ઓળખવામાં આવે છે. પણ આ તો બેઝીક શરત છે,,,હરમેટિક્સનો પહેલો નિયમ જ મેન્ટાલિઝમનો છે. તે કહે છે, કે બધુ જ મેન્ટલ છે…જેમ સનાતનમાં કહે છે કે મનની માયા, મોર્ડન ક્વોન્ટમ ફિઝિક્સ સ્લિટ થિયરી, ઓબ્ઝવર ઈફેક્ટ કહે છે, કોમન એરા પહેલાની નોસ્ટીક ટ્રેડિશન જેને ૭ આર્કોન્સની ટ્રેપ કહે છે. આ બધુ જ લોકો સદંતર ભૂલ્યા. કારણ કે નવી અનેક ખોટી માહિતીઓ ઓવર લોડ થતી ગઈ, સાચી ઉત્ક્રાંતિ નવી માહિતી નથી. માહિતીઓનો બહિષ્કાર છે, તમામ માન્યતાઓનો વિધ્વંશ, તમામ શરતો જે શિખવાડવામાં આવી તેને તિલાંજલિ આપવી. નવુ શીખવાની જરુર જ નથી,,,જૂનુ શાશ્વત, સર્વત્ર છે બસ તેને જાણવાની જોવાની જરુર છે. આ ખોટી માહિતીઓ રિત રિવાજો ના આવરણો કઈ રીતે પ્રચલિત બન્યા? તો વહાલા વાંચકો એક જ સવાલ – ભાગે છે કોણ, માહિતી( જેને જ્ઞાનથી ઓળખવામાં આવે છે) મેળવવા. કોણ ડરે છે? આપણે પોતે જ…કેમ? કારણ કે શાસ્ત્રો કહે છે?
ડર શેનો છે? નર્કનો? ભગવાનનો? ગરીબીનો? મૃત્યુનો? બિમારીનો ? ઘડપણનો ? ગૂમનામીનો? એકલતાનો? ભવિષ્યનો ? કે પછી ચેતના પર લાગેલી શરતો ને શંકાઓ આ તમામ વિચાર ખોટ અછત ઉભી કરે છે. ગુરુ જોઈએ જ તે વિશે કોઈ ચર્ચા કરવા તૈયાર જ નથી. કેમ?
પ્રકાશ ઉછીનો લેવો પડે ?
સત્ય સ્વંયથી અસાધ્ય છે ! તે મગજમાં કોણે, ક્યારે, કઈ રીતે ઠસાવ્યું, તે એક વાર વિચારો.
સંતુલનનો સિદ્ધાંત
તમામ લોકો પોતાની પ્રાણ ઉર્જા , ધ્યાન સ્વેચ્છાએ બીજાને આપી સામે વાળાને સશક્ત કરે છે…સર્વત્ર અંધકાર નકારત્મકતા ષડ્રિપુ નું સામ્રાજ્ય વધી રહ્યુ છે. તેનુ એક માત્ર કારણ આ જ છે, લોકો પોતાની ઈચ્છાથી જાતને ભૂલી, બહાર પ્રકાશ, સફળતા, શાંતિ, પ્રેમ, સમુદ્ઘિ શોધ છે…આ ભટકાવથી, ભ્રમ પેદા થયા, જેને ચેતના પર અનેક આવરણો લાદ્યા. આત્મા જે સ્વંય પ્રકાશિત, અમર, સ્વસ્થતા, જ્ઞાન, શક્તિ , સમુદ્ધી, જે ગુરુત્વાકર્ષણ છે. તેનાથી દૂરી વધતી ચાલી ગઈ. ને ભટકાવ, ભ્રમ, ષડ્રરીપુ તેની બાય પ્રોડક્ટ છે…આવરણો પોતાની રીતે હાવી નથી થતા, દિવો જાતે ઓલવવો પડે…અંધકારનુ સ્વતંત્ર અસ્તિત્વ નથી..પ્રકાશ અને અંધકારની વ્યાખ્યા જ એકબીજાના ઉલ્લેખ વગર શક્ય જ નથી…તે જ સત્ય, વાસ્તિવકતા જાણવા માટે પૂરતું છે. સંતુલન જ સત્ય ને સુંદર છે. દિવસ અને રાત છે. બંનેની જરુર છે. તે જ રીતે બે વિરોધાભાસોનુ સદૈવ સતત એક સમયે એક સાથે અસ્તિત્વ રહેશે જ. દરેક જીવ મનુષ્ય તે બંને વિરોધાભાસો માટે પોતે જ દરવાજા ખોલી પ્રવેશ માટે , આવરણો ,શરતો સમિતિતાને પરવાનગી આપે છે.લોકો પોતાની ઈચ્છાથી મૂવીની ટીકીટો ખરીદે છે, હા માર્કેટીંગ, મગજ સાથે રમત જરુર રમે છે તમામ રીતે, પહેલા નજર જાય છે,,,પછી તે વિશે માહિતી, જે જરુરી હોય કે ન હોય છતા પણ, સામે આવે માટે વાંચે જ. મગજ યંત્રવત તેને પ્રોસેસ કરશે જ,,,ફાયદાઓ ગેરફાયદાઓ પણ વિચારે, જો તેમા પણ નિષ્કર્ષ ન મળે. તો તેઓ જુએ કયા એક્ટ્રેસ એક્ટર આનો ચહેરો છે. માટે આ ખરીદી લઈ એ, સમય પ્રાણ ઉર્જા, શ્વાસ, સંસાધનો ધ્યાન તમામ આટલી સરળતાથી મનુષ્યો, વસ્તુઓને, બાબાઓ, નેતાઓ અભિનેતાઓ, રિત રીવાજો, ધર્મો, મોટીવેશનલ સ્પીકર તમામને આપે છે..ને આજ બધુ આ સત્ય ને જાત વચ્ચે આવે છે.
શ્રી રામ અને શ્રી કૃષ્ણ: એક સરખામણી
ઉત્ક્રાંતિ જ સર્જનનો શૃંગાર છે. સૌથી પહેલા પાણીમાં માછલી તરીકે, ને છેલ્લે શ્રી કૃષ્ણ, જો કે અનેક વિદ્વાનોનો મત છે, કે ગૌતમ બુદ્ધ પણ વિષ્ણુનો જ અવતાર હતા,,,જો કે મારે હવે વાત ખાસ રામ ને શ્રીકૃષ્ણ વિષે જ કરવી છે…બંને અવતારો વચ્ચેનો ભેદ, તેમની જીવનશૈલી, તેમના કાર્યો, કારણ સીધી રીતે ઉત્ક્રાંતિ જોઈ શકાય છે.બ્રમ્હાંડનુ ગણિત સ્પષ્ટ નજરે પડે છે. શ્રીરામે, આજીવન પૂત્ર ધર્મનું પાલન કર્યુ, તેમના પિતાની ઈચ્છાઓ, સામાજીક ઈજ્જત, પરંપરા માટે જ જીવન જીવ્યા. સમર્પિત રહ્યા. ગમે તે દુષ્પરિણામો હોય. અવગણયા. પિતાએ કહ્યુ તો વનમાં ગયા. તે પણ એકલા નહી, નવવિહિતા પત્નિ ને નાના ભાઈને લઈ. રાજમહેલની સુવિધાઓ વનમાં નહી મળે, સરવાઈવલ જ મુખ્ય થીમ રહેશે,અગવડતાઓ સહેવી પડશે, ન માત્ર પોતે પણ તેમની પત્નિ ને તેમના નાના ભાઈએ પણ. તે જાણતા હોવા છતા તે અટક્યા નહી, માત્ર ને માત્ર પિતાનું વચન નિભાવવા વનવાસે ગયા પત્નિ ને નાના ભાઈને લઈ…
કૃષ્ણની જીવન શૈલી ‘Go with the Flow’
પ્રહલાદ મહારાજની મદદ માટે. નવો માર્ગ કાઢી નરસિંહ અવતાર ધારણ કર્યો, આ કટીબદ્ધતાનુ સર્વોચ્ચ ઉદાહરણ છે. ભક્તને મદદનું વચન આપ્યુ તો માર્ગ કાઢ્યો કઈ રીતે કેમ. મનુષ્યોની સિમિતતા મૂજબ કહીએ તો પ્રાકુતિક નિયમો તોડી, ન પશુ ન મનુષ્ય, પણ બંનેનુ ફ્યુઝન નરસિંહ બન્યા, એડવેન્ચર મેક્સિમમ લેવલે લઈ જન્મ્યા..જન્મજાત મા બાપથી વિયોગ, ને હજુ તો માંડ છઠ્ઠી પણ નથી થઈ. ત્યારથી જ ડિયર કંશમામાએ મોતની ભેટ લઈ મોકલેલા માયાવી રાક્ષસોને, એક બાદ એક પોતાની દિવ્ય બુદ્ધી ને હિપ્ટોટિક હાસ્યથી મારતા મારતા મોટા થયા, ને મોટા થયા બાદ પણ સતત સમસ્યાઓ પ્રતિકુળતાઓ અંગત કે પ્રેમની દ્રષ્ટ્રીએ કે પારિવારિક તમામ રીતે. પ્રેમિકા,મિત્રો,ગોપીઓ,ગોકુળ, મથુરા,વૃદાંવન બધુ જ મૂકી ગયા, પણ તે મોહક દિવ્ય હાસ્ય કદી ન મુક્યુ , કૃષ્ણનુ એક એક કર્મ સંદેશ આપે છે “અનુગંચ્છંતુ પ્રવાહ” Go with the flow, તે જ રીતે જીવ્યા કોઈ સમજે કે ન સમજે.
મહાભારત અને સેલ્ફ લવ
આજે પણ ચર્ચાઓ આખી દુનિયામાં થાય છે કે મહાભારતનું યુદ્ધ અટકાવવી શકતા હતા, છતા પણ મહા નરસંહાર કેમ થવા દિધો??? અરે પોતાના પૂરા યદુવંશનો નાશ પણ હસતા હસતા થવા દિઘો તેના catalyst ઉદ્દીપક બન્યા, કારણ તે ઉત્ક્રાંતિવાદી છે, તે પ્રકૃતિના મહાન પ્રેમી છે…અર્જુનને સેલ્ફ લવની સલાહ આપતા કહ્યુ કે પરિવાર કે ભિષ્મપિતા મહ , સામે કોણ છે તે નહી ! પણ તે કોના સમર્થનમાં છે તે જો, open your ચકોર eyes bro, now ભુલીજા રામ ને ચલાવ બાણ,,, પાર્થને પરિવારવાદ, પોતાના, પારકાથી ઉપર ઉઠી, જાત તરફ વળવા પ્રેરણા નહી, રીતસર ધક્કો જ માર્યો. આત્મ રક્ષા, આત્મગૌરવ તરફ. ને જરુર પડી તો રથનું પૈડું, ઉપાડી સહેજ લડી પણ લીધુ. જો કે રથનુ પૈડુ તે પારંપારિક શસ્ત્ર નથી, તે શસ્ત્રની શ્રેણીમાં ન આવે તે સાચુ જ છે. તે સમય પ્રમાણે, શસ્ત્રોની વ્યખ્યા સમિતિ હતી,,,પોતે શસ્ત્ર ન ઉપાડવાનું વચન નિભાવ્યુ તે સાબિત કરી, શસ્ત્રોની સમિતિ વ્યાખ્યા પણ બહોળી કરી,,, લોકો સમક્ષ સિમિતતાના દુષ્પરિણામો પણ છતા કર્યા.
શ્રીકૃષ્ણ: આઉટ ઓફ ધ બોક્સ વિચારક
શ્રીકૃષ્ણ સાબિત કરે છે. કે મનુષ્યો દગાઓ ખાય છે, છેતરાય છે, દુ:ખી છે. ભટકે છે. તેનુ એકમાત્ર કારણ સિમિતતા છે. જે બહારથી બીજાઓ દ્વારા, અસુરી ઈરાદા સાથે થોપવામા આવી છે…આઉટ ઓફ ધ બોક્સ, નો પહેલો વિચાર આપી તેનો અમલ પ્રિય કૃષ્ણએ કર્યો, મનમોહક ચતુર મહાપુરુષ શ્રીકૃષ્ણનુ સંપૂર્ણ જીવન આઉટ ઓફ ધ બોક્સ જ રહ્યુ, ને તેમને પૂજનાર લોકો, જ તે નથી સમજતા કે કૃષ્ણા તે સમયના સૌથી સમજુ, રિસોર્સફુલ વિદ્રોહી હતા. જે સતત પ્રતિકુળતાઓ, દુશ્મનો ને મૃત્યુથી ધેરાઈ પણ સલામત રહ્યા. વનવાસી ન થયા. દ્વારિકાપતી થઈ જીવ્યા.
સીતા માતાનો ત્યાગ અને સામાજીક દંભ
શ્રી રામને એક જ પત્ની છતા પણ તેમની સાથે સરખો સમય વ્યતિત ન કર્યો, સીતા માતા સાથે ન માત્ર અન્યાય પણ દગો કર્યો. દગો હંમેશા શારીરિક નથી હોતો. કે પુરુષ અન્ય સ્ત્રી સાથે શારિરીક સબંધ બનાવે તો જ દગો. ના બિલકુલ નહી.. સિતામાતા અગ્નિપરીક્ષા પાસ કર્યા બાદ પણ, સામાજીક ક્લિનચીટ નથી મેળવી શકતા. રાજ્યના ધોબીના એક વાક્ય પર અલવિદા કહ્યા વગર જંગંલમાં મોકલી આપ્યા. તે પણ નાના ભાઈ સાથે. સીતાજીએ પત્નીધર્મનુ (સમાજના રખેવાળાઓએ નક્કી કરેલ નિયમો , જો કે તે માત્ર ને માત્ર સ્ત્રી માટે જ છે, અરે હા પેટ્રીઆર્કી, પિતૃસત્તા આને જ કહેવાય ને!) પાલન કર્યુ. ઉપરાંત પતિથી પ્રેમ હતો માટે વનમા ગયા,કિડનેપ પણ થયા, લોકો કહેશે કે તેમને સોનાના હરણની જીદ ન કરવી જોઈતી હતી…તે વિશે ફરી ચર્ચા, જો કે જીદ હંમેશા કરવી જોઈએ, સતત કરવી જોઈએ તે મારો મત છે. સીતાજીએ વિમાનમાં મુસાફરી પણ કરી, નવા દેશ ગયા, સોનાના રાજ્યમાં રહ્યા સૌથી શક્તિશાળી ગણાતા વ્યક્તિને એ તેમની ઝંખના કરી, નવા પ્રકારની વ્યવસ્થા જોઈ,તદ્દન નવી ભાષા, ભોજન પહેરવેશ, જો જોઈએ તે હતું, છતા પણ પતી શ્રી રામની જ રાહ જોઈ. અપમાન પીડા વિયોગ બધુ જ સહન કર્યુ. જ સહન કર્યુ. આખરે તેમના પતિ એ રાવણને હરાવી મુક્ત કરાવ્યા, ૧૨ વર્ષનો વનવાસ પૂરો કરી અયોધ્યા ગયા, જ્યા પિતા તો હતા જ નહી…પણ રાજપાઠ સંભાળ્યુ તમામને આ વિષે માહિતી છે માટે મુદ્દા પર આવુ, કે લોકો મહારાણીના ચરિત્ર પર શંકા કરે છે,,,ને મહારાણી તો પોતાના પત્નિ છે. લોકો ખૂશ રહેવા જોઈએ, સ્વર્ગસ્થ પિતાની ઈજ્જત પર ડાધ ન લાગે. મનુષ્યની નબળી માનસિકતાના, કારણે માટે પત્નીને ફરી વનવાસે મોકલ્યા. તે પણ પોતે ન ગયા. તેમના નાના ભાઈને કહ્યુ કે આ રીતે મેટર છે. લોકો રાજસત્તાની પ્રતિષ્ઠા પર સવાલ કરે છે, જે યોગ્ય નથી. પહેલા શાશકોને શરમ તો હતી. કોઈ એક કે બે ડ્યુટી તો નિષ્ઠાથી નિભાવતા. રામજી, રાજા હતા, જન્મજાત મળેલ અધિકાર હોવા છતા એક ધોબીનો અભિપ્રાય પણ તેમણે સાંભળ્યો, ને તેના પર અમલ કર્યો. માટે સીતાજીને ત્યાગી દીધા જ્યારે તેઓ ગર્ભવતી હતા. સીતાજીની કહાની પણ તદ્દન ક્વોન્ટમ છે. તે બીજા કોઈ આર્ટિકલમાં…
કર્મોનું સંતુલન અને ૧૬ હજાર રાણીઓ
શ્રી રામ ને શ્રીકૃષ્ણનુ જીવન તદ્દન વિપરીત કેમ?
કારણ તે ઉર્જા જ સર્વસ્વ છે. શ્રી રામ, મર્યાદા પુરુષોત્તમ તરીકે પણ ઓળખાય છે. જ્યારે શ્રીકૃષ્ણ અસિમિતતાની પરિભાષા છે. અહી હુ શ્રી રામની નિંદા બિલકુલ નથી કરતી,,,તથ્યો ટાંકી રહી છુ. સિમિતતાના દુષ્પરિણામો છતા કરવા માંગુ છુ,,,શ્રી રામ અને શ્રીકૃષ્ણ એક જ ચેતના છે, શ્રીરામ લોકોને રાજી કરવા જીવ્યા. સમાજના રીત રિવાજ ધર્મો બધુ માન્યુ…જ્યારે શ્રીકૃષ્ણએ અસિમિતતાનો, જ્ઞાન ને દુર્ગમ બુદ્ધી નો ઉપયોગ કરી, લોકોને એક નવી જ સ્વંયંભૂ ચેતના આપી…શ્રી કૃષ્ણને ૧૬ હજાર રાણીઓ હતા. તેવો મત છે, તમામને નામ સમ્માન રહેવા જગ્યા આપી, તેમને ૧૬ હજાર સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. તે ભલાઈ માટે કર્યા..કૃષ્ણની તમામ રાણીઓ, સામાન્ય યુવતીઓ હતી. જેમના અપહરણ રાક્ષસોએ કર્યા હતા. કૃષ્ણએ તમામ યુવતીઓને રાક્ષસોના દમનથી મૂક્ત કરવી. હવે તેમા પણ સમાજનો ડર વચ્ચે આવ્યો. સીતાજીના સમયે થયું તે સંજોગો પુનરાવર્તિત થયા. તમામ યુવતીઓના પરિવારના સભ્યોએ કહ્યુ કે. અમારી પત્નિ બહેન દિકરીઓના અપહરણ રાક્ષસોએ કર્યા, તો સ્વભાવિક છે રેપ પણ કર્યો જ હશે. માટે તેઓ પવિત્ર નથી, તેઓ કલંક છે. તેમને અમે ઘરમાં ન રાખી શકીએ.આમા યુવતીઓનો વાંક નથી, તે સમયે જોબ ને તે કશુ હતું નહી, સ્ત્રીઓ માટે કે એકલી રહે. માટે તમામ યુવતીઓ દુ:ખી થઈ, કોઈ નારાજ કોઈ ગુસ્સે કે હવે અમે શુ કરીએ માધવ? ક્યા જઈએ? રાક્ષસોને ત્યા રહેવા જમવાની તો સુવિધા હતી. મા બાપ કે પતિ પણ નથી સ્વિકારતા હવે અમે જીવીએ કઈ રીતે?
શ્રીકૃષ્ણ કહે ઓકે નો પ્રોબ્લેમ, આ જ સમસ્યા છે. તો મારા મહેલમાં રહો…
ફરી યુવતીઓએ કહ્યુ અરે માધવ સમાજ શુ કહેશે? આ તો અધર્મ, પાપ, અમે લગ્ન વગર પારકા પુરુષને ત્યા કેમના રહીએ? માટે કૃષ્ણ કહે ઓકે હુ રાજા છુ માટે હુ તમામ સાથે લગ્ન કરીશ ને કરી લીધા. લગ્ન ને ધર્મને કોઈ જ લેવા દેવા નથી. તે શ્રીકૃષ્ણએ અનેક વાર કહ્યુ , લગ્ન સંસ્થા પર ૫ હજાર વર્ષો પહેલા જ શ્રીકૃષ્ણએ પોતાનો મત સ્પષ્ટ વ્યક્ત કર્યો હતો. ૧૬ હજાર રાણીઓ હોવાથી શ્રીકૃષ્ણ ચરિત્રહિન નથી થઈ જતા. તે લિંગ નથી જોતા, તે રીત નથી જોતા, તે સમાધાન આપે છે, તેવી કોઈ સમસ્યા નથી જેનું સમાધાન તેની પાસે નથી. તે સૌને મદદ માટે તૈયાર જ હોય છે. કોઈ નિયમોને તે આધિન નથી. વખાણ નિંદા સ્વિકાર ત્યાગ તે તમામ ખોટી માથાકૂટથી શ્રીકૃષ્ણ હંમેશા પૃથક રહ્યા. તમામ તેમના માટે સમાન, મિત્ર અને મદદને લાયક છે…કારણ તે સત્ય જાણે છે.
શ્રીકૃષ્ણ: શાશ્વત ઉત્ક્રાંતિવાદી
રઘુકુળના રાજા રામે નાગરિકોના અભિપ્રાયના કારણે પ્રામાણિક પત્નીને ત્યાગી દીધા, સ્પષ્ટ ગુડબાય કહ્યા વગર, કદાચ તે કર્મોના સંતુલન માટે જ, કૃષ્ણ બનવું પડ્યુ. પોતાની ગયા જન્મના પત્ની સિતાજી સાથે જે અન્યાય ને દગો કર્યો. તેમના આંશુ ૫ હજાર વર્ષ પહેલા વહેલા. તેની ભરપાઈ શ્રીકૃષ્ણએ ૧૬ હજાર સ્ત્રીઓના આંશુ લુછી કરી…શ્રી રામે એક પત્નીને જાકારો આપ્યો, ને શ્રીકૃષ્ણએ ૧૬ હજાર સ્ત્રીઓને પોતાના રાજમહેલમાં કાયમી સ્થાન આપ્યુ. આ જ કર્મો છે…ઉર્જા જ સત્ય છે…શ્રી રામ તેમની એકમાત્ર પત્નીને, જે સગવડતા સુરક્ષા ન આપી શક્યા, તે રાજ મહેલમાં જન્મ્યા હતા. ૩ માતાનો પ્રેમ ને તમામ સુખ સુવિધાઓ સાથે. છતાં પણ તે પોતાની એકમાત્ર પત્નિને સુરક્ષા ન આપી શક્યા ! ન્યાય ન કરી શક્યા. પ્રેમ ન નિભાવી શક્યા…માટે જ કારાવાસમાં જન્મેલા, સતત ખતરાઓ વચ્ચે મોટા થયા, સામાન્ય નાગરિક તરીકે ઉછર્યા. છતા પણ તેમણે ૧૬ હજાર રાણીઓને સુરક્ષા, પૂર્ણ સગવડતા ભર્યુ જીવન આપ્યુ,,,ગયા જન્મમાં ગર્ભવતી પત્નીને આશ્રમમાં રહેવા ફરજ પાડેલી, એકની જાવાબદારી અવગણી ,માટે. શ્રીકૃષ્ણએ હજારો વર્ષો, બાદ હજારો લોકોની આજીવન જવાબદારી ઉપાડી. કર્મોનું સંતુલન કરવુ રહ્યુ. પછી તે સ્વંય વિષ્ણુના અવતાર કૃષ્ણા જ કેમ ન હોય…સત્ય છે વ્યાજ સાથે વસુલાત. કે પછી સાદુ ક્રિયાને કારણ, હાશકારા માટે?
તમામ કાર્યો એક એનર્જી પ્રિંટ ઊભી કરે છે, ઉર્જાના અનોખા અદ્વિતીય હસ્તાક્ષર છોડે છે, રંગોળી શરુ થાય છે. તે નવી રીતે સતત વિસ્તરતી રહે છે…આ કોઈ સકારાત્મક કે નકારાત્મક કર્મોની વાત નથી…કર્મ જન્મે છે, તે એક ઉર્જાની અદ્રશ્ય રંગોળી છે, જે નરી આઁખે ન જોઈ શકાય.પણ વ્યક્તિ સદૈવ તેને અનુભવે. આશિર્વાદ કે અવરોધો રુપે. તે છાપ હંમેશા રહેશે જ તેની અનુભૂતી ૧૦૦ ટકા શક્ય છે,જ્યા સુધી તેનું સંતુલન કરવામાં ન આવે. શ્રીકૃષ્ણએ પોતાના પૂર્વજન્મ પરથી સમજી વિચારી પોતાનું જીવન જીવ્યુ,કશુ નવુ કર્યુ.
ટૂંકમાં શ્રીકૃષ્ણનો સદા, આનંદી, નટખટ પણ વિદ્રોહી સ્વભાવ વિચારોની અસિમિતતા તે માત્રને માત્ર ઉત્ક્રાંતિ છે…શ્રી કૃષ્ણ કોઈ જૂની વાર્તા નથી, પણ શાશ્વત રીતે વહેતી ઉત્ક્રાંતિ છે..
